*લંડનના રીચમન્ડ ખાતે કુમકુમ મંદિર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું…*
*આ રીચમન્ડમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન કરવામાં આવેલા છે. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ દ્વારા લંડનમાં આવેલા રીચમન્ડ પાર્ક ખાતે સત્સંગ સભા યોજવામાં આવી હતી અને સાથે – સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
*આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, આ રીચમન્ડનું સ્થળ અતિ પાવનકારી છે કારણ કે, ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના આ રીચમન્ડની નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવેલા છે. આ રીચમન્ડમાં સદ્ગુરૂ સ્વામી ત્રણ વખતથી વધુ વખત પધારેલા છે અને સત્સંગ સભા યોજી બધાને લાભ આપેલ છે. ભવિષ્યમાં આ સર્વ પ્રસંગોની સદાયને માટે સહુને યાદ તાજી રહે અને આ સ્થળે જે કોઈ આવીને દર્શન કરે તે મોક્ષમાર્ગે ચઢે તે માટે આ સ્થળે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ યુ.કે. દ્વારા વૃક્ષારોપણ સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જેતલપુરના ચોથા વચનામૃતમાં કહે છે કે, જે સ્થળે ભગવાનના સાક્ષાત્કારવાળા સંત વિચરે છે,જે નદીમાં પગ બોળે છે,તે તીર્થરૂપ બને છે એ ન્યાયે આ કુમકુમ મંદિરના શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આ નદીની બોટમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને
વિહાર કર્યો છે. તેથી આ નદી તીર્થરૂપ બની ગઈ છે. એવો અલૌકિક આ રીચમન્ડની નદી અને આ પાર્કનો મહિમા છે.
0 thoughts on “*લંડનના રીચમન્ડ ખાતે કુમકુમ મંદિર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું…*”