ભાજપમાંથી પણ હવે રાજીનામાં પડવાના શરૂ? હિસારના સાંસદ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
હિસાર, 10 માર્ચઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોટાભાગના રાજકીય પક્ષોમાંથી રોજેરોજ રાજીનામાંના સમાચાર આવી રહ્યા છે. આ સ્થિતિમાં અત્યાર સુધી ભાજપ બાકાત હતો. પરંતુ આજે રવિવારે એક સંસદસભ્યે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજમાંથી રાજીનામું આપ્યાના થોડા સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
.
હરિયાણાની હિસાર બેઠકના ભાજપના વર્તમાન સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પક્ષમાંથી જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા X ઉપર રવિવારે સવારે લગભગ 11.30 વાગ્યે તેમણે લખ્યું કે, મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ માટે બ્રિજેન્દ્ર સિંહે પોતાના રાજકીય કારણોની મજબૂરી જણાવી છે.
બ્રિજેન્દ્ર સિંહે કહ્યું કે, રાજીનામું આપવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા અમિત શાહનો આભાર માનું છે કે તેમણે મને હિસારનો સંસદસભ્ય બનવાની તક આપી હતી.
સોશિયલ મીડિયા ઉપર જે ટ્રેન્ડ ચાલે છે તેના પરથી એવું સમજાય છે કે, બ્રિજેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના અનેક ટેકેદારો સોશિયલ મીડિયા ઉપર બ્રિજેન્દ્ર સિંહને કોંગ્રેસમાં પરત આવવાનું નિમંત્રણ આપી રહ્યા છે.
દરમિયાન, બ્રિજેન્દ્ર સિંહ ભાજપમાંથી રાજીનામું આપ્યાના લગભગ દોઢ કલાકમાં જ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.