રાજપીપલા ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમા કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ઉછળ્યો

રાજપીપલા ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમા કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ઉછળ્યો

ઇલેક્ટ્રોલ ફંડ ભાજપાનું દેશનું સૌથી મોટુ કૌભાંડ છે.

કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જઈને આ વાત લોકો સુધી પહોંચાડશે.

ભાજપે આવા ભ્રષ્ટાચાર કરીને કરોડોના કાર્યાલયો બનાવ્યા છે.

ઈડી, સીબીઆઈ, આઈબી નો દુરુપયોગ કરી રાજકીય હરિફોને ખતમ કરવાનું ભાજપાનું ષડયંત્ર

વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદોને ઇલેક્ટ્રોલ બોન્ડના નાણાં માંથી ભ્રષ્ટાચાર કરીને ખરીદવાનું કામ કર્યું છે.

જે મોટી કંપનીઓએ દાન કર્યું છે એમાં પારદર્શિતા નથી
સુપ્રીમકોર્ટની ફટકાર પછી ભાજપા કોણે કેટલા નાણાં આપ્યા તેની માહિતી આપવાની ફરજ પડી છે.

 

આપના ગઠબંધનથી કોંગ્રેસ ને મોટો ફાયદો થશે

100%છોટાઉદેપુર સીટ કોંગ્રેસ જીતશે એવો ઉમેદવાર સુખરામ રાઠવાનો આશાવાદ

કોંગ્રેસના વખતમા ચાલુ થયેલી રાજા રજવાડા વખતની રાજપીપળા અંકલેશ્વર રેલ્વે લાઈન ભાજપના રાજમાં બંધ પડેલી રેલવે લાઈન પુનઃ ચાલુ કરવાના મારાં પ્રયાસો રહેશે – સુખરામ રાઠવા

રાજપીપલા, તા 2

આજે રાજપીપલા ખાતે નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલન ની મીટીંગ તથા પ્રેસ કોન્ફરન્સ ખાતે યોજાઈહતી જે પ્રેસ કોન્ફ્રન્સમા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ તથા છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમા કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ઉછળ્યો હતો. ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપા સામે આકરા પ્રહારો કર્યા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલની ઉપસ્થિતિ મા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમા કોંગ્રેસે ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ખાસ ઉછળ્યો હતો જેમાં “ચન્દા દો ધંધા લો,કોન્ટ્રાકટ લો ઓર લાંચ દો” ભાજપાનું સ્લોગનને ટાર્ગેટ કરી ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

જેમાં ઇલેક્ટ્રોલ ફંડ ભાજપાનું દેશનું સૌથી મોટુ કૌભાંડ હોવાનું જણાવી જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલે ભાજપાનું ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેર બંધારણીય બનાવ્યું છે. એમ જણાવી દેશની આમ જનતાને ભાજપાનું ઇલેક્ટ્રોલ બોન્ડનું કેટલું મોટુ કૌભાંડ કર્યું છે એની જાણ જનતા સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ હોવાનું જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ મા ઉપસ્થિત કર્તા સમક્ષ જણાવ્યું હતું કે
કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જઈને આ વાત લોકો સુધી પહોંચાડશે.ભાજપેઆ માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.

કોંગ્રેસે ભાજપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ સરકાર લોકોને ભ્રમિત કરીને સત્તામા આવી છે.
ભાજપે આવા ભ્રષ્ટાચાર કરીને કરોડોના કાર્યાલયો બનાવ્યા છે.વીજળી, પાણી તમામ બાબતે ભાજપાની સરકાર નિષ્ફ્ળ ગઈ છે

ઈડી, સીબીઆઈ, આઈબી નો દુરુપયોગ કરી રાજકીય હરિફોને ખતમ કરવાનું ભાજપાનું ષડયંત્ર હોવાનું પણ જણાવ્યું હતું.

લોકશાહીને બચાવવાના વિરોધ પક્ષ જરૂરી છે ત્યારે
વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદોને ઇલેક્ટ્રોલ બોન્ડના નાણાં માંથી ભ્રષ્ટાચાર કરીને ખરીદવાનું કામ કર્યું છે.એને કોંગ્રેસ સખ્ત શબ્દો મા વખોડે છે

જે મોટી કંપનીઓએ દાન કર્યું છે એમાં પારદર્શિતા નથી
સુપ્રીમકોર્ટની ફટકાર પછી ભાજપા કોણે કેટલા નાણાં આપ્યા તેની માહિતી આપવાનીભાજપાને ફરજ પડી છે.ભાજપા કોંગ્રેસનો અવાજ દબાવવાનું કામ કરે છે.
ભાજપા રામ રાજ્યની વાતો કરી સત્તામા આવેલી પાર્ટી છે. એમની કથની અને કરણીમા ફેર છે

તો છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે અમે અમારા લોકસભા વિસ્તારમા યુવાનોના, ખેડૂતોના, શિક્ષણના પ્રશ્નો,સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નથી. આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે અમે આ મુદ્દા લઈને મતદારો સુધી જઈશું

કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠ બંધનથી ભાજપા બાવરું બન્યું છે. એને કારણે ઉમેદવારો બદલવા પડે છે.એ ખેદની વાત છે

આપના ગઠબંધનથી કોંગ્રેસ ને મોટો ફાયદો થશેએમ જણાવી સુખરામ રાઠવાએ 100%છોટાઉદેપુર સીટ કોંગ્રેસ જીતશે એવો ઉમેદવાર આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજપીપલા મા બંધ પડેલી રેલવેલાઈન ચાલુ કરવાના મુદ્દેજણાવ્યું હતું કે કોંગ્રેસના અહેમદ પટેલ અને નારણ રાઠવાના વખતમા ચાલુ થયેલી રાજા રજવાડા વખતની રાજપીપળા અંકલેશ્વર રેલ્વે લાઈન ભાજપના રાજમાંબંધ પડી છે.ત્યારે આ રેલવે લાઈન પુનઃ ચાલુ કરવાના મારાં પ્રયાસો રહેશે

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *