*સુરતના વરાછા ખાતે યુવા કથા” પ્રસંગે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આહવાહન કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
સુરત: સનાતન હિન્દુ ધર્મમાં સંકટમોચન હનુમાનજીનો મહિમા જન-જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક શક્તિ ઉજાગર થાય તથા વ્યસનો છોડી મહાપ્રતાપી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વાળીને એક આદર્શ સમાજનું નિર્માણ થાય એવા ઉદ્દેશથી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા ગજેરા ગ્રાઉન્ડ, મોટા વરાછા ખાતે પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુર ધામ) ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ના વક્તાપદે આયોજીત ભવ્યાતિભવ્ય “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા” પ્રસંગે માન. રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા અને કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રો રૂપી કથામૃતનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. આ ઉપરાંત તેઓએ સાથે મળીને સાથે ચાલી સમગ્ર સુરતવાસીઓને આ આપણી કથા છે રૂપે સહભાગી થવા આહવાહન કર્યું હતું.