4જૂને નર્મદા ખાંડઉદ્યોગ સહકારી મંડળી લી.ધારીખેડા ખાતે
દૈનિક ૧૦૦ મે.ટન ક્ષમતાનાં
ઓર્ગેનીક દાણાદાર પોટાશ ખાતરપ્રોજેકટનું લોકાર્પણ
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા મંત્રી,સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિ
૧૫ મેગા વોટ
પાવર એક્સપોર્ટના
સબ સ્ટેશનનું ભૂમિપૂજન
૪૫ કે.એલ.પી.ડી. ડિસ્ટીલરીના
એક્ષપાન્શનનું ભૂમિપૂજન
રાજપીપલા:તાં 1
ભરૂચ તથા નર્મદા જીલ્લાનાં ખેડૂતોની જીવાદોરી સમાન
સહકારી સંસ્થા નર્મદા સુગર ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ત્રણ મહત્વનાં પ્રોજેક્ટનું લોકાર્પણ તા.3જી જૂન શનિવારનાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મંત્રી,સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારંભ યોજા વાનો છે.
આ પ્રસંગે રાજપીપલા ખાતે મળેલી જિલ્લા કારોબારી બેઠકમાં મંચ પરથી પ્રવચનમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા સુગર રોજનું 6,0000 લિટર ઇથેનોલ શીખવાનું બનાવે છે.3જી એ વધુ 6,0000 લિટર ઇથેનોલ બનાવશે. આમ કૂલ 1,20,000 લીટર પ્રતિદીન ઇથેનોલ બનાવશે.
એ ઉપરાંત ઉપરાંત ખાંડ બનાવતી વખતે જે “સ્પેન્ટ વોશ “વેસ્ટ તરીકે નીકળે છે એનો નિકાલ કરવાનું અઘરું છે ત્યારે નર્મદા સુગરએમાંથી 100ટન દૈનિક પોટાશ ખાતર બનાવશે. દેશને આત્મનિર્ભર બનાવવાનું
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે જે સાકાર કરવા જઈ રહ્યાં છે. આજે પોટાશ વિદેશમાથી આયાત
કરવું પડે છે ત્યારે દેશ આત્મનિર્ભર બને એના ભાગ રૂપે રોજનું 100ટન પોટાશ નર્મદા સુગર બનાવશે.
એ ઉપરાંત બોઈલરમા શેરડીના કૂચા બગાસ બાળીને સ્ટીમ ઉત્પન્ન કરે છે ત્યારે હાઈ પ્રેશર માથી લો પ્રેશરકરવા 15 મેગાવોટ પાવર સુગરમાં વપરાય છે. ચાલુ વર્ષે સુગરમાં 30મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. જેમાંથી 15મેગાવોટ સુગર વાપરશે અને વધારાનું 15 મેગાવોટ વીજ કંપનીને આપશે .આ ત્રણે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન થશે.
આ સમારંભમાં
સમારંભના અધ્યક્ષ
સી. આર. પાટીલ
પ્રમુખ,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી,
કનુભાઈ દેસાઈ
મંત્રીનાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ,અરૂણસિંહ રણા,ધારાસભ્ય , વાગરા,સંદિપભાઈ દેસાઈ
ધારાસભ્ય , ચોર્યાસી તેમજ
સમારંભના મુખ્ય મહેમાનો માં મનસુખભાઈ વસાવા
સાંસદ , ભરૂચ, પ્રદીપસિંહજી વાઘેલા
મહામંત્રી ,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, તથા
અતિથિ વિશેષ તરીકે રમેશભાઈ મિસ્ત્રી
ધારાસભ્ય , ભરૂચ
મારૂતિસિંહ અટોદરીયા
પ્રમુખ, ભરૂચ જીલ્લા ભાજપા., જગદીશભાઈ વિશ્વકર્મા
મંત્રીસહકાર વિભાગ (સ્વતંત્ર હવાલો),ગીતાબેન રાઠવા,સાંસદ છોટાઉદેપુર, રીતેશભાઈ વસાવા ધારાસભ્ય , ઝઘડીયા, ઈશ્વરસિંહ પટેલ
પ્રમુખ , ગુજરાત રાજય સહકારી
ખાંડ ઉદ્યોગ સંઘ લી. ધારાસભ્ય, અંકલેશ્વર
શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ,ધારાસભ્ય , નાંદોદ
માન. ડી. કે. સ્વામી
ધારાસભ્ય , જંબુસર
માન. સતિષભાઈ પટેલ (નિશાળીયા),
પ્રમુખ, વડોદરા જીલ્લા ભાજપા ઉપસ્થિત રહેશે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા