સાંસદ મનસુખ વસાવાએ સોસીયલ મીડિયામાં પોસ્ટકરી કે આપના નેતાઓ હોળીના નામે પૈસાની ઉઘરાણી કરે છે!
એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને 2.5 લાખની માંગણી કર્યાનો આક્ષેપ
આક્ષેપ પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા
સામે સાંસદ મનસુખ વસાવા સામે ચૈતર વસાવાને જડબાતોડ જવાબ આપ્યો
પોસ્ટથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું
રાજપીપલા, તા23
ભરુચનાં સાંસદ મનસુખ વસાવાએ સોસીયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આપના નેતાઓ હોળીના નામે પૈસાની ઉઘરાણી કરે છે આ પોસ્ટથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે.
પોસ્ટમાં જણાવાયું છે કે
ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્ય નું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે. અને આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની – રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું.
તો આ પોસ્ટ પછી સામે ચૈતર વસાવાએ પણ સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે છેલ્લા પાંચ છ મહિનાથી જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ મારા પર પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. હું ભરૂચ નર્મદામાં પ્રવેશ પણ નથી કરી શકતો. ત્યારે હું કોઈ પણ અધિકારીને મળ્યો નથી કે કોઈ પૈસાની માંગણી કરી નથી.
તાજેતરમાં રાજપીપળા ખાતે કમલમનું ઉદઘાટન સી આર પાટીલે કર્યું તેની પાછળ 12 થી 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે તો કયા ભાજપના નેતાએ આ કમલમ બનાવ્યું?આટલા પૈસા ક્યાંથી આવ્યા? કોણે ફંડ આપ્યું?એનો પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ. ભ્રષ્ટાચાર બાબતે તેમણે જણાવ્યું હતું.. મનરેગા હોય, વાસમો વ હોય કે તાલુકા પંચાયત હોય કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે અંગે અમે તમારી સાથે તમામ પુરાવા સાથે ડિબેટમાં બેસવા માગીએ છીએ
તો સામે સાંસદ મનસુખ વસાવાએ જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે કે
મારી પાસે પૂરેપૂરી માહિતી છે. જે અધિકારીને આપનો નેતા ફોન કરે છે એ અધિકારીનું પણ મારી પાસે નામ છે.
સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટ મૂકવા પાછળ કોઈ અધિકારી કે ધારાસભ્યને બદનામ કરવાનો મારો કોઈ જ ઇરાદો નથી. મારો ઈરાદો ફક્ત એટલો જ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આદિવાસીઓના ગરીબોના વિકાસ માટે કરોડો રૂપિયાનું ફંડ આપે છે. એ નાણાનો સદુપયોગ થાય અને એ નાણાકીય ગુણવત્તાવાળા કામો થાય.અને જે કામ માટે ગ્રાન્ટ ફાળવી છે એ 100 % ત્યા વપરાવી જોઈએ. આજ મારો મુખ્ય ઉદ્દેશ છે.
ચૈતર વસાવાના આક્ષેપ સામે પોતાની પ્રતિક્રિયા આપતા મનસુખભાઈએ જણાવ્યું હતું કે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઈ શકે છે.મારી પાસે તેમની ક્લિપ છે. કોઈ સારા કામ માટે કોન્ટ્રાક્ટર કે એજન્સીઓ ફંડ આપતા હોય છે. અમે કોઈને ડરાવી ધમકાવીનેપૈસા માગતા નથી.અમારી પરંપરા રહી છે કે લોકોના અંગત સ્વાર્થ માટે . અમે અમારા કોઈપણ કાર્યકર્તા પાસેથી ડરાવી ધમકાવીને ક્યારેય નાણાં માગતા જ નથી. જ્યારે આપના નેતાઓ પાસેનાં તો અનેક પુરાવા છે અને વિડિયો પણ છે. આ લોકો કોન્ટ્રાક્ટર અને ડરાવે છે ધમકાવે છે. એ જ્યારે પણ પુરાવા માંગશે ત્યારે અમે આપવા માટે તૈયાર છીએ. અધિકારીઓને ડરાવે છે તેનાથી કામ પર અસર થતી હોય છે.કામ નબળા થતા હોય છે.એનાથી ગુણવત્તા વાળા કામો થતા નથી. આવા કામો રોકવા માટે જ મેં આ પોસ્ટ મૂકી છે. સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે એના માટે હું બિલકુલ ક્લિયર છું. સારા કામોની અપેક્ષા માટે જ મેં આ પોસ્ટ મૂકી છે.
રાજપીપળા ખાતે 6 કરોડના ખર્ચે બનેલા કમલમ નર્મદા કાર્યાલય બાબતે ચૈતર વસાવાએ જે આક્ષેપો કર્યા હતા તેનું ખંડન કરતાં મનસુખભાઈએ જણાવ્યું હતું કે આખા ગુજરાત અને દેશમાં પાર્ટીના કાર્યાલયો બનતા હોય છે. ત્યારે આવા સારા કામો માટે એજન્સી કે કોન્ટ્રાક્ટર ઓકે શુભેચ્છકો મદદરૂપ થતા હોય છે. આમ તો કમલમ માટે પાર્ટીએ ફંડ આપ્યું છે. અમે એની રસીદો પણ આપીએ છીએ. એનો અમારી પાસે હિસાબ પણ છે. અમે આપની જેમ કાર્યકર્તાઓને પોસવા માટે માટે અધિકારીઓને કોન્ટ્રાક્ટરને ડરાવી ધમકાવીને પૈસા માગતા નથી. કમલમ ના નિર્માણ માટે બધાનો સહકાર છે કાર્યકર્તાઓએ પણ મદદ કરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા