પાટણ –
સમી જળ ઝીલણી અગિયારસની શોભાયાત્રા નીકળી, શોભાયાત્રામા પીઆઇ એ.પી. જાડેજા પાલખી ખભે ઉચકી યાત્રામાં જોડાતા ભાવુક દ્રશ્યો
સમી ખાતે જળ ઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા જુના બસ સ્ટેશનથી શોભાયાત્રાનો પ્રારંભ
નગારા, તાશા, ભજન કીર્તન સાથે યાત્રા આગળ વધી સુરી બજાર સહિતના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા પસાર
ભક્તો દ્વારા ફૂલોની વર્ષાથી યાત્રાનું સ્વાગત, મહિલાઓ, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા
રામજી મંદિરે ધાર્મિક વિધિ સાથે યાત્રાનો સમાપન
ઉત્સવમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓમાં ઉમંગ
કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષિત યાત્રા
સમી પોલીસ મથકના પીઆઇ એ.પી. જાડેજા પાલખી ખભે ઉચકી યાત્રામાં જોડાયા, પીઆઇના સેવાભાવના દ્રશ્યથી ભક્તોમાં ઉત્સાહનો માહોલ
સમી પોલીસનો આ સહભાગ સમાજ સાથે જોડાણ અને સૌહાર્દનો સંદેશ આપતો બની રહ્યો