એચ.એ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી થઇ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના કલ્ચરલ કમિટિ દ્વારા આયોજીત શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના 35 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.વર્ગખંડમાં ભણાવવાનો અનુભવ વિદ્યાર્થીઓએ રજૂ કર્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ શિષ્યની પરંપરાના ગુણગાન ગાયા છે. શિક્ષકનો ક્યારેય વિકલ્પ નાં હોઈ શકે. ટેકનોલોજીના યુગમાં AI કે ચેટજીટીપીની લોકપ્રિયતા ગમે તેટલી વધે તો પણ શિક્ષકનું મહત્વ હંમેશા રહેશે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ,સંસ્કારનું સિંચન, શિસ્તના પાઠ તથા વહેવારૂ જ્ઞાન એક શિક્ષકજ આપી શકે. તંદુરસ્ત સમાજની રચના કરવા માટે શિક્ષકનું સ્થાન હંમેશા ઉચ્ચ કક્ષાએ હોવું જોઈએ. ભારતીય જ્ઞાન પરંપરા, તેનો ભવ્ય ઇતિહાસ અને વારસાથી ભારતને વિશ્વગુરૂ બનવામાં કોઈ રોકી શકશે નહી. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કોલેજના પ્રા.મહેશ સોનારા, પ્રા.અનુરાધા પાગેદાર, પ્રા.માલતી વાલા તથા પ્રાઅલ્પા પાઘડલે કર્યુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.