રાજપીપલા કરજણ નદીના કિનારે આવેલ સિકોતર માતાના મંદિરે થઈ ચોરી:ભગવાન લૂંટાયા
તસ્ક્રોએ મચાવ્યો તરખાટ
મંદિરનો ઘંટ, તાંબાનો કળશ, દાન પેટી તોડીતેમજ
તિજોરી તોડી રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા
રાજપીપળા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
પોલીસે આદરી તપાસ
મોડી રાતની ઘટના
રાજપીપલા, તા.6
નર્મદાના વડામથક રાજપીપલા ખાતે આવેલ કરજણ ઓવારા પાસે નદી કિનારે આવેલ સિકોતર માતાના મંદિરે મોડી રાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.ભગવાનના મન્દિરમાં મંદિરનો ઘન્ટ,તાંબાનો કળશ લઈ ગયા છે. તેમજ મન્દિરમાં મુકેલી દાન પેટી તોડી ને અને મન્દિરની તિજોરો તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.મન્દિરના ભગવાન લુટાતા મોડી રાત્રે મન્દિરના પૂજારીએ રાજપીપલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ આદરી છે.
મન્દિરના પૂજારીના યોગેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે દોઢ વાગે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં ગઈ કાલે જ મંદિરની બહાર તાંબાનોનવો કળશ લગાવ્યો હતો તે અને ઘન્ટની ચોરી કરી છે
દાનપેટીનું તાળું તોડેલું છે તિજોરી પણ તોડી રૂપિયા લઈ ગયા છે.મન્દિરની પાછળ આવેલ રૂમમાં પૂજારી સુતા હતાં ત્યારે દરવાજા ખખડાવવાનો અવાજ આવ્યો હતો.પણ દરવાજો ખોલતા બહાર ઉભેલા એકનો ચહેરો જોઈ લીધો છે. મને જોઈને તસ્કરો ભાગી ગયા છે પોલીસે આવી તપાસ આદરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા