FOOD:
તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ હાથેથી જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે લોકો ધારણા કરતાં વધુ જમી લે છે. જે એક રીતે ફાયદાકારક અને ડાયટ કરતા લોકો માટે જોખમ સમાન છે. ભોજન આંગળીને અડે ત્યારે મગજને ભોજન સ્વાદિષ્ટ હોવાનો સંદેશો જણાવે છે. ત્યારબાદ એ કોળિયો મોઢા સુધી પહોંચે છે. જેથી આહાર નિયંત્રિત કરતા હોય તેમણે હાથેથી જમવું જોઈએ નહીં.