નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજપીપળામાં BSF જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ
રાજપીપલા,તા 18
નર્મદા જિલ્લામાં લોકસભાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.આ બન્ને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટે નર્મદા જિલ્લામાં બાહ્ય પોલીસ સુરક્ષા બલો તૈનાત કરી દેવાયા છે.ત્યારે રવિવારે BSF ના આ સુરક્ષા જવાનો શહેરના વિસ્તારની માહિતી માટે રાજપીપળા ટાઉન પોલીસ સાથે શહેર માં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું.
લોકસભા ચુટણી યોજાવાની છે.ત્યારે વહિવટીતંત્રની સાથે નર્મદા પોલીસ પણ સજ્જ બની છે.નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો હોય BSF જવાનોની ટુકડીએ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબે ની સૂચનાથી સમગ્ર ચૂંટણી દરમ્યાન જિલ્લામાં સપુંર્ણ શાંતિ રહે એ માટે જિલ્લામાં સુરક્ષા સંભાળી છે.ત્યારે રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારની માહિતી મેળવવા ટાઉન પીઆઇ આર.એસ.ડોડીયા અને પીએસઆઈ ડી.કે.પરમાર સહિત ટાઉન પોલીસ સ્ટાફ સાથે BSF જવાનો ની ટીમે ફ્લેગ માર્ચ યોજી તમામ વિસ્તારોનું નિદર્શન કર્યુ હતુ.ત્યારે આ રાજપીપલા શહેર માં સંવેદન અને અતિ સંવેદન સિલ એરિયા માં આ ફ્લેગ માર્ચ કરતા તમામ એરિયા ના લોકો માં કુતુહલ પણ સર્જાયું હતું
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા