આ તે કેવું ગણેશ વિસર્જન?
રાજપીપળામાં કરજણ નદીને કિનારે ગણપતિની મૂર્તિ તણાઈને આવી?
ખંડિત મૂર્તિની દુર્દશા જોઈ ભક્તોની લાગણી દુભાઈ.
પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોવાથી કેવા થાય છે બેહાલ?
માટીની મૂર્તિ માટે જાગૃતિ જરૂરી.
રાજપીપલા, તા 21
રાજપીપળામાં કરજણ નદીને કિનારે દોઢ દિવસના કેટલાક આયોજકો દ્વારા ગણેશનું કરજણ નદીને કિનારેવિસર્જન કરવામાં આવે છે. આજે કરજણ નદીને કિનારે એકમૂર્તિ ખંડિત અવસ્થામાં કિનારે રઝળતી જોવા મળી હતી તેનાથી ભક્તોની લાગણી દુભાઈ હતી.
ગણપતિની મૂર્તિ પાણીમાં વિસર્જન કરતા નદી કિનારે ખંડિત અવસ્થામાં પડેલી જોવા મળી હતી.કદાચ પાણીના વહેણમાં તણાઈને આવી હોય.આ દ્રશ્ય ભક્તો માટે દુઃખદાયક છે. એક તરફ ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગણેશ નું ઘરે પૂજનવિધિ આરતી કરે છે.
પરંતુ જ્યારે એનું વિસર્જન થાય કરે છે ત્યારે પણ કિનારે આવી ખંડિત અવસ્થા કિનારે મૂર્તિ રઝળતી હોય, ગણેશ મૂર્તિના અંગો ખંડિત થાય એ કેટલું શરમજનક અને દુઃખદાયક કહી શકાય.!
આ દ્રશ્ય જોઈને જાગૃત લોકોએ કિનારે ઉભેલા લોકોને વિનંતી કરીને નદીમાં મૂર્તિ વિસર્જિત કરવામાં આવી.
હજી વિસર્જનને ઘણા દિવસ બાકી છે ત્યારે વિસર્જનને દિવસે ગણેશજીનું વિસર્જન ગરિમામય રીતે થાય એનું ધ્યાન ભક્તો, આયોજકો અને તંત્ર વિસર્જન ગૌરવપૂર્ણ થાય એ જોવાની સૌની જવાબદારી છે.
બીજું લોક જાગૃતિના અભાવે મોટી મૂર્તિઓનો મોહ ન રાખતા અને પીઓપીની મૂર્તિ ન રાખતા માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થાય અને નાની માટીની કે ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિઓનું ઘરે ડોલમાં જ વિસર્જન કરીએ અને એ પાણી ખેતરમાં, કે ફૂલ ઝાડ ના કુંડામાં જ નાખીએ તો જાહેર માર્ગ પર ભીડ પણ ઓછી થશે અને નદી પ્રદુષિત થતી પણ બચશે. તંત્ર દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો થાય એ પણ જરુરી હોવાનું લોકો જણાવી રહ્યાં છે.
તસવીર :દીપકજગતાપ, રાજપીપલા