પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 16મી માર્ચના રોજ એક દિવસીય “હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ”નું આયોજન કર્યું હતું. વર્કશોપમાં ગેસ સેપરેશન અને વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે સંશોધન તકનીકો અને અત્યાધુનિક સાધનો, અને સિમ્યુલેશન-આધારિત તાલીમ માટે વિવિધ પ્લેટફોર્મ વિશે માહિતગાર કરવાનાં સત્રો હાથ ધરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓને કંટ્રોલ સિસ્ટમ્સનું વિશ્લેષણ કરવા માટે વિવિધ સામાન્ય ગણતરીના સાધનો અને અલ્ગોરિધમ્સ પણ દર્શાવવામાં આવ્યા હતા.
PDEU ખાતે કેમિકલ વિભાગ વારંવાર વિદ્યાર્થીઓને નવીન શિક્ષણનો અનુભવ પ્રદાન કરવા માટે આવા ખરેખર માહિતીપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્કશોપમાં ગુજરાત અને ગુજરાત બહારની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. તેમને કેમિકલ વિભાગની રિસર્ચ લેબોરેટરીમાં વિવિધ સુવિધાઓના જીવંત પ્રયોગનો અનુભવ કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. વિભાગીય અધ્યાપકો અને સંશોધન સંલગ્ન વ્યક્તિઓ દ્વારા માહિતીપ્રદ સત્રો યોજવામાં આવ્યા હતા. તદઉપરાંત વિદ્યાર્થીઓ સાથે વર્કશોપ અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં અનુભવ અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. વિદાય સત્ર સાથે ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, તમામ વિદ્યાર્થીઓને સહભાગીતા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.