“મુખ્યમંત્રીને ધક્કો મારીને નીચે પછાડ્યા”
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગતરોજ તેમના ઘરમાં પડી ગયા હતા, જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેની સારવાર કરી રહેલા ડોક્ટરનું કહેવું છે કે, મમતાને કોઈએ પાછળથી ધક્કો માર્યો હશે. જેના કારણે તે પડી ગયા હતા. હવે આ મામલે ભાજપે કહ્યું છે કે, CMની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. જો તેમની સુરક્ષામાં કોઈ ચૂક થઈ હોય તો CMને અધિકૃત આવાસમાં ખસેડવા જોઈએ.