ગુજરાતમાં ત્રીજા દિવસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નર્મદામાં પ્રવેશી
રાજપીપલા નગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું આગમન…
રાજપીપલામાં કોંગ્રેસી કાર્યકરો આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત
ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવેલા રાહુલ ગાંધીના બંદોબસ્તમાં પોલીસ પ્રશાસન ખડે પગે…
નર્મદામાંથી પસાર થયેલી રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ અને છોટાઉદેપુર બેઠકને કેટલો ફાયદો કરાવશે એ ચર્ચાનો વિષય
રાજપીપલા,તા.9
ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભારત ભ્રમણ પર નીકળેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા
ગુજરાતમાં ત્રીજા દિવસે નર્મદામાં પ્રવેશીહતીનસવાડીથી
રાજપીપલા નગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું આગમન થતા તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજપીપલા પ્રવેશેલી આ યાત્રામાં કોંગી અગ્રણીઓ શક્તિ સિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા સહીત આગેવાનો પણ યાત્રા માં જોડાયા હતા
રાજપીપલામાં કોંગ્રેસી કાર્યકરો આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગતકરવામાં આવ્યું હતું. સન્તોષ ચાર રસ્તાથી સફેદ ટાવર, હરસિધ્ધિ મન્દિર સુધી યાત્રા રોડ શોમાં ફેરવાઈ ગઈ હતી આજબાજુ ના લોકો રાહુલ ગાંધી ને જોવા ઉમટ્યા હતા. રાહુલ ગાંધીએ હાથ હલાવી સૌનું અભીવાદન ઝીલ્યું હતું.
વડીયા જકાતનાકા,ગાંધી ચોક,સંતોષ ચોકડી, સફેદ ટાવર, કાલાઘોડા,કુંવરપરા, વિરપોર ચોકડી, ખામર ચોકડી મોવી ચોકડી, નેત્રંગ ખાતે પહોંચી આગળ વધી હતી
ટૂંકમાં એવું કહી શકાય કે છોટાઉદેપુર લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહત્વની ગણાવાઈ છે ખાસ કરીને કોંગ્રેસના નેતા નારણરાઠવા ભાજપામાં જોડાઈ જતા નાંદોદ તાલુકો પણ છોટાઉદેપુર લોકસભામાં આવતો હોવાથી નર્મદા કોંગ્રેસમાં રાહુલ ગાંધીના આગમનથી પ્રાણ ફૂંકાયો હતો.
એ ઉપરાંત ભરૂચ છોટાઉદેપુર કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આપે એવો કોઈ નેતા હજુ સુધી મેદાનમાં આવ્યો નથી..ત્યારે કદાચ રાહુલ ગાંધીની આ યાત્રા તેઓની મહત્વની ગણાઈ રહી છેહવે એ જોવું રહ્યું કે નર્મદામાંથી પસાર થયેલી રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ અને છોટાઉદેપુર બેઠકને કેટલો ફાયદો કરાવશે!
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા