દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રતિભાશાળી મહિલાઓ-દિકરીઓનું સન્માન
—–
રાજપીપલાની ગૌરવાન્વિત મહિલાઓ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ – જય પટેલ (સંસ્થાના પ્રમુખ)
—–
રાજપીપલા, શનિવાર :-
વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરાયું હતું.
રમતક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપનારી ગોલ્ડ મેડાલિસ્ટ કુ. માનસીબેન વસાવા તેમજ કોચ હિરલબેન વસાવા અને કોચ નિમિષાબેન મકવાણાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગ્રાફિક ડિઝાઈનર સુશ્રી ઋજુતા જગતાપનું પણ સન્માન કરાયું હતું. જેઓ દેશભરની નામાંકિત બ્રાન્ડસ, મ્યુઝિક ઇવેન્ટ્સ, બૉલીવુડ એવોર્ડ્સ ઇવેન્ટ્સમાં પોતાની ડિઝાઇનથી લોકપ્રિય બની અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નર્મદ જિલ્લાની ઋજુતા ગુજરાતની એકમાત્ર સફળ યુવા ગ્રાફિક ડિઝાઈનર છે.
ઉપરાંત, પૂર્વ પ્રિન્સિપાલ , મહિલા તંત્રી, જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મહિલા સુરક્ષા સમિતિના સદસ્યા તેમજ સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શ્રીમતી જ્યોતિબેન જગતાપ અને બાર એસોસિઅન ના પ્રમુખ એડવોકેટ સુશ્રી વંદનાબેન ભટ્ટનું દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા સન્માન કર્યું હતું.
દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખશ્રીએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણની દિશામાં સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરીને પ્રતિભાશાળી દીકરીઓ, મહિલાઓને સન્માનિત કર્યા હતા. વધુમાં આ મહિલાઓ અન્ય મટે પણ પ્રેરણારૂપ બની રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી સ્વપ્નિલ પટેલ, ઉપપ્રમુખ શ્રી તપનભાઈ પટેલ, મંત્રી નિલેશભાઈ પટેલ, અર્જુનભાઈ માલીએ મહત્વપૂર્ણ ઉપસ્થિતિ નો ધાવી હતી.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા