નર્મદાના માંગરોળ ગામે નર્મદા મૈયાને 1100ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરાઈ
રાજપીપલા, તા.16
પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામ માં નર્મદા મૈયા ને 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદામૈયા નું પૂજન કરવામાં આવ્યું.અને ગ્રામજનો ભેગા મળી મહાપૂજા કરવામાં આવી
પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે ત્યારે નર્મદા જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયા ને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે ના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયા ને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા અને એક બીજાનો હાથ ની મદદ થી નર્મદા મૈયા ને સાડી અર્પણ કરવામાં આવી હતી ત્યારે નર્મદા મૈયા ને અગિયાર સો ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સાથે દસથી વધારે નૌકાઓ ની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયા ને સાડી અર્પણ કરી છે,જોકે આ માંગરોળ ગામ જે 6 મહિના પહેલાજ આ ગામ માં માં નર્મદા નું પુર આવવા ને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતો ને મોટાપાયે નુકશાન પણ થયું હતું છતાં આ ગામના ગામજનો માં માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા ને કારણે મા નર્મદા ની પૂજા કરી આજે નર્મદા જયંતિ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા