શ્રી હરિહરાનંદજી બાપુ રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામના બ્રાહ્મણ પરિવારના હતા. તેમના પિતાશ્રીનુ નામ પુરુષોત્તમ વ્યાસ તથા માતાનુ નામ સંતોકબા હતું.
તેમના માતુશ્રી સંતોકબા નારાયણ ના પરમ ભક્ત હતા. માતુશ્રીનો ભક્તિ નો વારસો શ્રી હરિહરાનંદજી બાપુમા ઉતર્યો હતો.
જન્મ : સવંત ૧૯૬૫ અષાઢ સુદ દશમી સોમવાર
તારીખ ૧૨/૭/૧૯૦૯
નિર્વાણ : સવંત ૨૦૨૩ જેઠ વદ આઠમ શુક્રવાર તારીખ ૩૦/૬/૧૯૬૭
જન્મભૂમિ હલેન્ડામાં પાંચ વર્ષ માતાજીના સાનિધ્યમાં પ્રભુ ભક્તિ કરી બાદમાં પીઠડીયા ગામે તેમના ગુરુ શ્રી નિત્યાનંદજી બાપુ પાસે દીક્ષા ધારણ કરીને સન્યાસ ને પંથે ચાલ્યા.
હલેન્ડા ગામના પાદરમાં મહાદેવજીના સાનિધ્યમાં વર્ષો સુધી પંચ ધૂણી ધખાવી લીમડાના રસનું સેવન કરીને આજીવન ફળાહાર વ્રત લઈને કઠોર તપસ્યા કરી.
બાદમાં આટકોટ ગામે નારાયણની ભક્તિ કરી સવંત ૧૯૯૯ મા સરધાર ( જીલ્લો રાજકોટ ) ગામની બહાર શ્રી વિશ્વનાથ સંન્યાસ આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં બે શિવાલય અને એક અંબામાનુ મંદિર બનાવ્યું. આ ઉપરાંત એક ગૌશાળા બનાવી જેમાં ૬૦ ગાયો રાખેલ.
દર વર્ષે શ્રી શિવ પુરાણ, શ્રીમદ ભાગવત પારાયણ, શ્રી
9 thoughts on “સિદ્ધ યોગી શ્રી હરિહરાનંદજી બાપુ ( ગુરુ શ્રી નિત્યાનંદ બાપુ )”