સિવિલ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા દીકરી ને અપાઈ નવી જિંદગી

કોકલિયર ઇમ્પલાન્ટ

કામરેજ વિધાનસભા-પુણાગામ મા સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કલ્પેશ પ્રજાપતિ ની દીકરી ને કોકલિયર ઇમ્પલાન્ટ ની બીમારી હતી , જેમાં દીકરી જન્મ થી જ બોલી અને સાંભળી નોતિ સકતી. કલ્પેશ ભાઈ એ ખૂબ હોસ્પિટલ માં સારવાર માટે સંપર્ક કરિયો પરંતુ તેનું સારવાર ઈલાજ ખૂબ જ મોંઘા હોય પરિવાર ને પોષાય તેમ ન હતા . ત્યારબાદ કલ્પેશભાઈ એ શિક્ષણમંત્રીના કાર્યાલય સંપર્ક કરતા, તેમની સાડા ચાર વર્ષની દીકરી સાક્ષીનું અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચનું કોકલિયર ઇમ્પલાન્ટ (જન્મથી બહેરાશ અને બોલી ન શકે)ની સારવારનો તબીબી ખર્ચ ગઈકાલે તા. 7 ઓગસ્ટ 2023ના રોજ ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણ વિનામૂલ્યે સારવારની તમામ વ્યવસ્થા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કરાવવામાં આવી હતી.

 

સારવાર અપાયા બાદ શિક્ષણ મંત્રી રૂબરૂ મળીયા 

દીકરી સાક્ષીનું જમણા કાનનું સફળતાપૂર્વક ઓપરેશન થયું, જેની શિક્ષણમંત્રી દ્વારા રૂબરૂ જઈને સંવેદનાસભર મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા અને ઉત્તમ આરોગ્યલક્ષી સારવાર અને સુવિધા પૂરી પાડવા બદલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ માં જંગદંબા સ્વરૂપ વ્હાલી દીકરી સાક્ષી ઝડપથી બોલવા લાગે અને સાંભળતી થઈ જાય તેમજ ઘરમાં બાળકીનો કલરવ ગુંજી ઉઠે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. તેઓએ પ્રજાના જનપ્રતિનિધિ તરીકે નાગરિકોને પડતી સમસ્યાઓનું સમાધાન કરી નિષ્ઠાપૂર્વક તેમની ફરજ નિભાવી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આત્મસંતોષ અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *