USAમાં ભારતીયોની હત્યા, રાષ્ટ્રપતિ પરેશાન
અમેરિકામાં એક મહિનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ અને 3 ભારતીય મૂળના લોકોની હત્યા પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું, આ હુમલાઓથી બાઈડન પોતે પરેશાન છે. યુ.એસ.માં જાતિ, લિંગ અથવા ધર્મના આધારે કોઈપણ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. બાઈડન સરકાર આવી ઘટનાઓને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.