સસ્તુ સોનું ખરીદવાની આજે છેલ્લી તક
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ સસ્તુ સોનું ખરીદવાની આજે છેલ્લી તક છે. 6,263 રૂપિયા પ્રતિ ગ્રામ ચૂકવવાના રહેશે. ડિજીટલી ચૂકવણી કરવાથી પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેની પાકતી મુદ્દત 8 વર્ષની હોય છે. RBI તેના પર વળતર સ્વરૂપે 2.50 ટકા વ્યાજ આપે છે. 5 વર્ષ બાદ તેને સંપૂર્ણ રીતે પરત કરી શકાય છે. 24 કેરેટના 99.9 ટકા શુદ્ધ સોનામાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે.