નર્મદાના નાનકડા બાંડી શેરવાણ ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા
બાંડીશેરવાણ ગામના લોકોના એક whatsapp ગ્રુપમાં મદદની અપીલ કરાય છે
જોત જોતામાં QR કોડ સ્કેન કરીને યથાશક્તિ રકમ જમા થઇ જાય છે.
ભેગી રકમ મૃતક પરિવારને આપી દેવાય છે
ડેડીયાપાડા સેવાભાવી આગેવાન રમેશભાઈ વસાભાઈ એ શરૂ કરી છે અનોખી પ્રથા
રાજપીપલા, તા.12
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનું બાંડીશેરવાણ નામનું નાનકડું ગામ છે. વસ્તી 700 લોકોની છે.આ બાંડી શેરવાણ ગામના આદિવાસી વિસ્તારના નાનકડા ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા ડેડીયાપાડાના રમેશભાઈ વસાભાઈએ શરૂ કરી છે.
આ એકમાત્ર નર્મદાનું એવુ ગામ છે જે ગામમા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે ગરીબ પરિવાર દુઃખમાં હોય, તેની પાસે અંતિમ ક્રિયા કરવાના પણ પૈસા ના હોય. ત્યારે આવા ભાંગી પડે પડેલા પરિવારને બેઠો કરવા રમેશભાઈ વસાવાએ એક નવી અનોખી પ્રથા પોતાના ગામ બાંડીશેરવાણમાં શરૂ કરી છે…
રમેશભાઈ વસાવાએક સેવાભાવી સામાજિક આગેવાન છે. અનંતા ટ્રેક્ટર્સ ના ડીલર પણ છે.તેમણે પોતાના ગામમાં એક નવી યોજના શરૂ કરી છે..બાંડીશેરવાણગામના લોકોનું એક whatsapp ગ્રુપ બનાવ્યું છે.આ ગ્રુપનું નામ છે “યુવા બાંડીશેરવાણ ગ્રુપ.” જેના તેઓ એડમીન છે. તેમના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું અવસાન થાય કે બેસણુંનો કાર્યક્રમ રાખ્યો હોય ત્યારે whatsapp ગ્રુપમાં તે મૃતક પરિવારનું નામ લખવામાં આવે છે. અને તેના પરિવારને મદદ કરવાની અપીલ કરવામાં આવે છે.. એમાં લોકો 50,100,200,500,1000 રૂપિયાથી માંડીને જુદી જુદી રકમ ગામ લોકો સ્વેચ્છાએ નોંધાવે છે.. અને એ માટે ગ્રુપમાં આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને તરત જ ગ્રુપમાં ઓનલાઇન પેમેન્ટ પણ કરી દેવાય છે. આ રકમ ભેગી થાય ત્યારે તે કુલ રકમને તેના પરિવારને આપી દેવામાં આવે છે.
રમેશભાઈના જણાવ્યા અનુસાર પહેલા પ્રસંગમાં 13550/- રૂપિયા ભેગા થયા હતા.બીજા પ્રસંગમાં 16000 ભેગા થયેલા,ત્રીજા પ્રસંગમાં 18000 રૂપિયા ભેગા થયા હતા. આમ આ રકમ દર વખતે વધતી જાય છે.મૃતક પરિવારને મઆર્થિક રીતે મદદ કરવાની આપ પ્રથા ખૂબ લોકપ્રિય થઈ છે.
રમેશભાઈ જણાવે છે કેઅમે મદદનો હાથ લંબાવ્યો છે તમે પણતમારા ગામમાં આવું કરી શકો.અન્ય ગામોમાં પણ આવી પ્રથા આપનાવી મૃતક પરિવાર કે જરૂરિયાત મન્દને મદદ કરવાની અનોખી પ્રથા અપનાવવા જેવી ખરી. જરૂરિયાતોને આર્થિક સહાયનીઆપવાની આ પ્રથાને બધાને આવકારી રહ્યા છે અને રમેશભાઈને અભિનંદન પાઠવી રહ્યા છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા