અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી 4 દિવસના રિમાન્ડ પર.

  • PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો
  • દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં
  • પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર, ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી 4 દિવસના રિમાન્ડ પર છે. શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.

ડૉ. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી

સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે ડૉ. પ્રશાંતના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે હવે પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપીની વધુ પુછપરછ કરવા માટે ફરીથી કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર, ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *