અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના સંચાલક તેના ખાસ વિશ્વાસુ આ 3 લોકોથી આખું નેટવર્ક ચલાવતા.

  • સેવાના નામે ચાલતા આયોજનબદ્ધ રેકેટનો ઘણો ખરો પર્દાફાશ થઈ ચૂક્યો છે
  • ખ્યાતિ હોસ્પિટલ કાંડથી મેડિકલ માફિયાઓ દ્વારા માત્રને માત્ર પૈસાને પ્રાધાન્ય
  • રિમાન્ડ ઉપર સોંપાયેલા ડૉક્ટર વઝીરાણી પાસેથી તો હોસ્પિટલના અનેક રાઝ ખુલ્યા

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલક તેના ખાસ વિશ્વાસુ આ 3 લોકોથી આખું નેટવર્ક ચલાવતા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડથી મેડિકલ માફિયાઓ દ્વારા માત્રને માત્ર પૈસાને પ્રાધાન્ય આપી દર્દીઓ સાથે રમાતી રમતનો પર્દાફાશ થયો છે.

રિમાન્ડ ઉપર સોંપાયેલા ડૉક્ટર વઝીરાણી પાસેથી તો હોસ્પિટલના અનેક રાઝ ખુલ્યા

આ કૌભાંડમાં જો ઊંડી તપાસ થાય તો શહેરોથી માંડી ગામડાં સુધી ચાલતા ‘મિશન કમિશન’ની એક એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું માનીએ તો, ગામડાંઓમાંથી દર્દીઓને લાવવા માટે સ્થાનિક લોકો સાથેની મજબૂત સાંઠગાંઠ હોસ્પિટલના સંચાલકો ગોઠવી ચૂક્યા હતા. હાલમાં ફરી વખત રિમાન્ડ ઉપર સોંપાયેલા ડૉક્ટર વઝીરાણી પાસેથી તો હોસ્પિટલના અનેક રાઝ ખુલ્યા છે. પરંતુ સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પકડાયા પછી અકલ્પનીય એવા નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના રહેલી છે.

સેવાના નામે ચાલતા આયોજનબદ્ધ રેકેટનો ઘણો ખરો પર્દાફાશ થઈ ચૂક્યો છે

ઓપરેશન કરવા પાછળ સરકારી નાણાનો લાભ લેવાની ગણતરીઓ મંડાતી હોય છે. ઓપરેશન પછી દવા બનાવતી કંપનીઓ સાથે ડૉક્ટરો અને હૉસ્પિટલ સંચાલકોના ગોઠવાયેલા નેટવર્કથી ખરી બેઠી આવકની લાલચ કારણભૂત હોય છે. સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ સાચું બોલે તો આ અંગે અનેક રાઝ ખુલશે તેમ મનાઈ રહ્યું છે. દસ દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓની એન્જોગ્રાફી કરી તેમાંથી સાત દર્દીઓની એનજીઓ પ્લાસ્ટી કરવામાં આવી તેમાંથી બે દર્દીઓના મૃત્યુ થયા. ચોંકાવનારી ઘટના પછી દસ જ દિવસમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીઓની સારવાર અને સેવાના નામે ચાલતા આયોજનબદ્ધ રેકેટનો ઘણો ખરો પર્દાફાશ થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *