અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું, જાણો શું મળ્યું.

  • આરોપી પ્રશાંત વજીરાણીને સુવિધા આપનાર હેડ કોન્સ્ટેબલ લાલસંગ સામે કાર્યવાહી
  • કેટલાક મહત્ત્વના દસ્તાવેજ, ફાઈલો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા
  • આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે

અમદાવાદ શહેરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની છ જેટલી ટીમોએ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન કેટલાક મહત્ત્વના દસ્તાવેજ, ફાઈલો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે.

આરોપી પ્રશાંત વજીરાણીને સુવિધા આપનાર હેડ કોન્સ્ટેબલ લાલસંગ સામે કાર્યવાહી

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડમાં સામેલ આરોપી પ્રશાંત વજીરાણીને સુવિધા આપનાર હેડ કોન્સ્ટેબલ લાલસંગ સામે કાર્યવાહી કરાઈ છે. ફરજમાં બદેરકારી બદલ તેને સસ્પેન્ડ કરી દેવાયા છે. મળતી માહિતી અનુસાર, આરોપી પ્રસાંત વજીરાણીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ અને ઘરનું જમવાનું આપવાની સુવિધા આપી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે

PMJAY કૌભાંડને લઈને આરોગ્ય વિભાગે ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *