એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, રાજપીપળા માં મતદાતા દિવસ ની ઉજવણી
રાજપીપલા, તા.25
ભરૂચ જીલ્લા આદિવાસી સેવા સંધ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કૉલેજ સ્તરે મતદાર સાક્ષરતા દિવસની ઊજવણી કરવામાં આવી. લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુ સાથે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ (જે ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ પણ છે)મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંપૂર્ણ દેશમાં બૂથ કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી આયોજિત કરવામાં આવે છે. કૉલેજ પ્રાચાર્ય ડૉ એસ જી માંગરોલા ની અધ્ય્ક્ષતા હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (એન. એસ. એસ.) વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અન્વયે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા