“ફરી લદાખ સીમાએ ભારતીય સેના અને ચીનના જવાનો વચ્ચે ટકરાવ?” – સુરેશ વાઢેર.
“પુર્વી લદાખમાં ભારત અને ચીનની સેનાઓ ફરી એકવાર સામસામી આવી ચૂકી હોવાનો દાવો કરાયો છે, સાથે સાથે એવા પણ ખબરો છે કે એલએસી પર ભારતીય સૈનિકોની ચીની જવાનો સાથે અથડામણ થઈ છે. જો કે આ ખબરોને ભારતીય સેનાએ ફગાવીને અફવા કહી છે.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ કોઈ નવી વાત નથી. પુર્વી લદાખમાં વર્ષ 2020 દરમિયાન બન્ને દેશોની સેના સામસામે આવી ચૂકી છે. બન્ને દેશની સેના આ વચ્ચે પુર્વી લદાખના ગલવાનમાં અથડામણ થઈ હતી.
હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફરી એકવાર લદાખમાં એલએસી પર ભારતીય સૈનિકોની ચીની જવાનો સાથે અથડામણ થઈ છે. એલએસી પર માહોલ બગડી રહ્યાનો પણ દાવો કરાઈ રહ્યો છે.
હવે આ મામલે ભારતીય સેનાએ એક નિવેદન આપી દીધું છે અને તેમણે આવી કોઈ ઘટના ન બની હોવાનું જણાવી આ સર્ચ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
કેમ ફેલાઈ અફવા?
ખરેખર તો સોશિયલ મીડીયા એકસ પર અનેક યુઝર્સે એ વાત ફેલાવી હતી કે પુર્વી લદાખના બુર્ત્સે વિસ્તારમાં સેના અને ચીનના પીએલએના જવાનો વચ્ચે સંઘર્ષ થયો છે. જો કે ભારતીય સેનાએ આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો હતો.”
“સેનાએ આવી કોઈ ઘટનાનો કર્યો ઈન્કાર: સોશિયલ મીડીયામાં ફેલાઈ હતી ખબર”