SW
અમદાવાદમાં ૯૫ વર્ષથી ચાલતા ધર્મ જાગૃતિ કેન્દ્ર આયોજીત વ્યાખ્યાનમાળામાં એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે સર્વધર્મ સદ્દભાવ વિશે વક્તવ્ય આપ્યું હતુ . ભારતીય સંસ્કૃતિ,પરંપરા તથા રિતરિવાજો મુજબ દરેક ધર્મના લોકો દેશમાં ભાઈચારાથી રહે છે. દરેક ધર્મના સન્માન સાથે સદીઓથી એકબીજાની સાથે રહે છે. જગતમાં ધર્મ એકજ છે અને તે માનવીય મૂલ્યો સાથે જોડાયેલો છે. ધર્મ,સત્ય,શાંતિ, પ્રેમ તથા અહિંસાને પાયમા રાખીને માનવ જગતની પ્રગતી તથા વિકાસ થયો છે. જ્યાં ધર્માધતા આવે છે ત્યાં ખુમારી થાય છે. વિશ્વશાંતી સ્થાપવા માટે સાચા ધર્મની સ્થાપના કરવી જરૂરી છે. ધર્મ એટલેજ માનવતા, અનુકંપા, કરૂણા તથા સમજણ. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પણ ધર્મનો મહિમાં કરવામાં આવ્યો છે. મહાવીર, બુધ્ધ તથા કૃષ્ણે બતાયેલો માર્ગ માનવ કલ્યાણનો છે. સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મ સદ્દભાવના મંત્રથીજ માનવ જગતનો ઉધ્ધાર થાય છે. આ કાર્યક્રમમાં ધર્મજાગૃતિ કેન્દ્રના પદાધિકારીઓ તથા ઘણી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા.