ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચની જાહેરાત

ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચની જાહેરાત

ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા મુજબ મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલરોને સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે. મોર્કેલનો કાર્યકાળ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે પહેલા મોર્કેલ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બોલિંગ કોચ માટે મોર્કેલનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો: *ચેન્નાઈ એરપોર્ટ પરથી 22 વિદેશી જંગલી પ્રજાતિઓ મળી આવી*