ભાજપના આ નેતાએ ઉંધો રાષ્ટ્રધ્વજ પકડ્યો!
વડોદરા ભાજપના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે રાષ્ટ્રધ્વજ સાથે ફોટો તો પડાવ્યો પરતું તેઓએ રાષ્ટ્રધ્વજ ઉંધો પકડી ફોટો પડાવ્યો હતો. જે ફોટો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કર્યા બાદ લોકોના કમેન્ટ શરુ થતા તેઓનું ધ્યાન ગયું અને તરત જ તે ફોટોને ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. પરતું ઘણા લોકોએ તેમના આ ફોટાના સ્ક્રિનશોટ લઈ લીધા હતા અને તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.