* કુમકુમ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદજીના પ્રેરક પ્રસંગો વર્ણવવામાં આવ્યા.*
* “વિવેક” અને “આનંદ” નો સમન્વય એટલે “સ્વામી વિવેકાનંદ.”- સાધુ પ્રેમવત્સલદાસજી*
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે આજે તા.૧ર જાન્યુઆરી – રાષ્ટ્રયુવા દિવસ – સ્વામી વિવેકાનંદજીની જયંતી હોવાથી શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ તેમના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું હતું.
*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગ સભામાં સ્વામી વિવેકાનંદજી અંગે જણાવ્યું હતું કે*, “વિવેક” અને “આનંદ” નો સમન્વય એટલે “સ્વામી વિવેકાનંદ.”
વિશ્વના અનેક મહાન વ્યક્તિઓના પ્રેરણાસ્ત્રોત્ર એટલે સ્વામી વિવેકાનંદ.જેમની યાદમાં આજેય તા. ૧ર જાન્યુઆરીએ તેમના જન્મદિનના દિવસને “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે મનાવવામાં આવે છે અને અનેક યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ,નિકોલા ટેસ્લા, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી આદિ અનેક મહાપુરુષો સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ માનતા હતા.
અમેરિકામાં તા.૧૧ સપ્ટેમ્બર ઈ.સ.૧૮૯૩ ના રોજ વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ હતી.જેની અંદર જેમની વાણી અને વર્તન દ્વારા ભારતનું નામ રોશન કરનાર કોઈ મહાપુરુષ હોય તો તે હતા સ્વામી વિવેકાનંદ.
આજે પણ અનેક યુવાનો “ઉઠો જાગો,અને ધય પ્રાપ્તિ માટે મંડ્યા રહો.” ના સ્વામી વિવેકાનંદજીએ આપેલા સૂત્રો દ્વારા પોતાની જીવન કેડીને કંડારી રહ્યા છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, તમારા જીવનનો એક લક્ષ્ય નિર્ધારિત કરો અને પૂરાં શરીરને એ એક લક્ષ્યથી જ ભરી દો અને દરેક બીજા વિચારને આપણી જિંદગીથી કાઢી મૂકો. આ જ સફળ થવાનો મૂળમંત્ર છે.
સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પ્રસંગો આપણને એજ શીખવે છે કે, કઈ રીતે આપણા લક્ષ્ય સિવાયના મોળા વિચારોને આપ પર હાવી ન થવા દેવા.
“જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી શીખતાં રહો.” કારણય કે અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે.” તેવું સ્વામી વિવેકાનંદજી હંમેશા કહેતા હતા.
આજે સ્વામી વિવેકાનંદજીની જયંતી છે, તો આપણે સૌ કોઈ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે દેશ અને સમાજની સેવા માટે આગળ આવવું જોઈએ.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮