*કુમકુમ “આનંદધામ” – હીરાપુર ખાતે “સદ્ગુરૂ સ્વામી”ની મૂર્તિ પધરાવવામાં આવી.*
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૮૦ વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા અને ૧૦૦ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા.- સાધુ પ્રેમવત્સલદાસજી*
માગશર સુદ – પૂનમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આલોકની રીતે અંતર્ધાન થયા તેને બે વર્ષ પૂર્ણ થયા અને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંધામ – હીરાપુર ખાતે તેમની સ્મૃતિમાં જે શ્રીજીમહારાજના ચરણારવિંદ પધરાવીને જે છત્રી કરવામાં આવી છે તેને એક વર્ષ પૂર્ણ થયું હતું. તે નિમિત્તે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે “સદ્ગુરૂ સ્વામી”ના મૂર્તિ પધરાવવામાં આવ્યા હતા.
*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આજથી ૪૦ વર્ષ પહેલા ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતો સાચવવા માટે કુમકુમ મંદિરની સ્થાપના કરી હતી. તેઓ ૮૦ વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા અને અને ૧૦૦ વર્ષ સુધી તેમનું જીવન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસાર માટે વ્યતિત કર્યું છે. તેમણે જીવનપ્રાણ બાપાશ્રીના પણ મનુષ્ય સ્વરૂપના દર્શન કરીને આશીવાદ પ્રાપ્ત કર્યાં હતા.
જીવનપ્રાણ બાપાશ્રીએ કહેલા શબ્દો કે સંત કોને કહેવાય ? તો ભગવાનની મૂર્તિમાં સંતાય તે સંત. તે તેમણે સાર્થક કર્યા હતા. જેમને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ સ્વામીબાપાએ સૌ પ્રથમ દીક્ષા આપી હતી.
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની વાણી અને વર્તન એક હતું. તેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે સંતો અને હરિભક્તો તેમને સાધુતાની મૂર્તિ કહીને સંબોધતા હતા. તેમના જીવન કવનને જાણવા માટે કુમકુમ મંદિર તરફથી સાધુતાની મૂર્તિ – સદ્ગુરૂ સ્વામી નામના ભાગ એક અને બે એમ પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવેલા છે .
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ૧ર૦૦ પેજનો વિશાળ ગ્રંથ શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર આદી અનેક ગ્રંથોની રચના કરેલી છે. અમેરીકા, યુરોપ, કેનેડા, આફ્રિકા,દુબઈ આદિ અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે વિચરણ કરેલું છે. આવા સંતની સ્મૃતિમાં દર પૂનમે કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે સત્સંગ સભા યોજવામાં આવે છે.
આ ઉત્સવમાં દેશ વિદેશના ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જે દેશ વિદેશના ભક્તો નહોતા આવી શક્યા તેમના માટે આ સમગ્ર કાર્યક્રમનું સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮