*કુમકુમ મંદિર લંડન ખાતે ૧૧મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.*
*મંદિરો – શાસ્ત્રો અને સંતોના કારણે ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ London – યુકે ખાતે ૧૧મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન, અર્ચન કરી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વાગત યાત્રા પણ કાઢવામાં આવી હતી. ત્યારબાદ ધૂન ભજન કીર્તન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ મંદિર અને ભગવાનનાં મહિમા અંગે પ્રવચન કર્યા હતા.
અંતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે*, ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો ,શાસ્ત્રો અને સંતો છે. મંદિરોના કારણે આજે દેશ અને વિદેશમાં આપણા સંસ્કારો ટકી રહ્યા છે. કારણકે મંદિરમાં જઈને ભગવાનનાં દર્શન અને સંતોનો સમાગમ કરવાથી આપણા યુવાનો વ્યસનમુક્ત અને સદાચારમય જીવન જીવતાં શીખે છે. મંદિરોમાં જવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે.
Hi there, juzt became alewrt to your bblog througgh
Google, andd found that itt is reaply informative.
I’m gling too watch out for brussels. I will be grrateful iff youu continue thgis in future.
A lott oof people wikl bbe benefited frpm your writing. Cheers!