નર્મદાના આદિવાસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો શિક્ષણ સાથે રોજગારી નો નવતર અભિગમ

નર્મદાના આદિવાસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો શિક્ષણ સાથે રોજગારી નો નવતર અભિગમ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજમાં સાત જેટલા રોજગાર લક્ષી નવા સર્ટીફીકેટ કોર્સને મળી મંજૂરી

મોંઘા ડિગ્રી ધારી કોર્સ સામે નાના રોજગાર લક્ષી સર્ટિફિકેટકોર્સ વિદ્યાર્થીઓ રોજગાર આપી પગભર બનાવી શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિક્ષણ સાથે રોજગારી મેળવી આત્મનિર્ભય બનવાનું આહવાન

વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી, નવા કોર્સમાં જોડાવા પડાપડી

રાજપીપળા, તા 27

એસપીરેશનલ ડીસ્ટ્રીક નર્મદા જિલ્લામાં ખાસ કરીને આર્થિક રીતે પછાત અને આદિવાસી વિદ્યાર્થીઓનું જીવન ધોરણ ઊંચું આવે. અને મોંઘા ડિગ્રી ધારી કોર્સ સામે નાના રોજગાર લક્ષી સર્ટિફિકેટ કોર્સ કરીને વિદ્યાર્થીઓ રોજગાર મેળવીને પગભર બની શકે એવા હેતુ થી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજને સાત જેટલા રોજગાર લક્ષી નવા સર્ટીફીકેટ કોર્સને મળી મંજૂરી મળતાં વિદ્યાર્થીઓમાં આંનદની લાગણી જોવા મળી છે.

રાજપીપલા ખાતે આવેલ સ્વ.
રત્નસિંહ મહિડા કોમર્સ કોલજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એ સાત જેટલાં નવા રોજગાર લક્ષી નવા સર્ટિફિકેટ કોર્સ ને મંજૂરી મળી છે જેમાં 1)સર્ટિફિકેટ કોર્સ ઈન ઓફિસ મેનેજમેન્ટ,2)ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી ),3)ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ 4)બેઝિક એકાઉન્ટિંગ 5) જન કલ્યાણ માટે ગુજરાતી પત્રલેખન (ઓફિસિયલ લેટર રાઇટિંગ ઈન ગુજરાતી),6)મહેંદી આર્ટ અને 7)સરગવાના મૂલ્ય વર્ધન અંગેની પ્રાકૃતિક ખેતી જેવા સાત જેટલાં ટૂંકા ગાળાના કોર્સને મન્જુરી મળી છે.

આ અંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિતેશ ગાંધીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન છે કે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની
સાથે સાથે રોજગારી મેળવે અનેસ્વાવલંબી બને, તેમની આપ્રેરણાથી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તથા રજીસ્ટ્રારના પ્રયાસોથી અમારી કોલેજમાં યુનિવર્સિટી સંલગ્ન
અભ્યાસ માટેના જુદા જુદા કોર્સને માન્યતા મળી છે. આ બધાજ કોર્ષનો અભ્યાસ માત્ર 30 કલાકનો રહેશે.જેમાં ધોરણ 12પાસ કોલેજના વિદ્યાર્થીઓ અન્યકોલેજના વિદ્યાર્થીઓ અને ભારતનાકોઈ પણ નાગરિક આકોર્સમાંપોતાનું નામ નોંધાવી અભ્યાસ કરી
શકશે.

આ અંગે કોલેજના ટ્રસ્ટી અને પ્રાધ્યાપક ડૉ. રવિકુમાર વસાવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે
નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર લક્ષી નવા કોર્સ ખૂબઉપયોગી નીવડશે.આજે જયારે ડિગ્રીનું શિક્ષણ મોંઘુ થયું છે ત્યારે જેમની મોંઘી ફી પરવડે તેમ નથી એવા ધોરણ 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સમાં જોડાશે તો યુનિવર્સીટી તેમને સર્ટિફિકેટ આપશે.આવા રોજગાર લક્ષી શિક્ષણથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાનો નવો રોજગાર, પ્રોજેક્ટ શરૂ કરીને આત્મનિર્ભર બની શકશે.

આ કોર્સની માન્યતા મળ્યાં પછી વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અને આ કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ હાલ તો પડાપડી કરી રહ્યાં છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *