નર્મદાના ખમાર પાસેથી ખેર વૃક્ષના ૧૧ ટન ખેરના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપાઇ

નર્મદાના ખમાર પાસેથી
ખેર વૃક્ષના ૧૧ ટન ખેરના ગેરકાયદે લાકડાભરેલી ટ્રક
ઝડપાઇ

એલ.સી.બી. નર્મદા પોલીસ અને વન વિભાગનું ઓપરેશન

31મી ડિસેમ્બર ટાણે દારૂ પકડવા જતાં લાકડા ઝડપાયા

રાજપીપલા – મોવી હાઇવે રોડ પર ખામર નજીક ટ્રકમાંથી પ્રતિબંધીત ખેર વૃક્ષના ૧૧ ટન ગેરકાયદેસર લાકડાનો જથ્થો
ઝડપાયો

ટ્રક, મુદ્દામાલ સહીત ડ્રાઇવર કંડક્ટરની ધરપકડ

ખેર એ કાથો બનાવવાના કામમા આવતો હોય તેની માંગ ભારે હોઈ તેની મોટા પાયે તસ્કરી.

રાજપીપલા, તા.26

નર્મદા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણનેડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને અટકાવવા માટેની કડક સુચનાનાં પગલે તથાનર્મદા એલસીબી પોલીસે આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર નાકાબંધીતથા વોચ ગોઠવી હતીત્યારે
ખામર ગામ નજીક બીદુ પંજાબી ઢાબા પાસે હાઇવે રોડ ઉપર એક ટ્રક
શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડતી તપાસ કરતા ટ્રકમાંથી પ્રતિબંધીત અંદાજીત ૧૧ ટન જેટલા
ખેર વૃક્ષના લાકડાનો જથ્થો મળીઆવ્યો હતો

ઇન્ચાર્જ એલસીબી પીઆઈ આર.જે.ગોહીલ,અને સ્ટાફેં મુદ્દામાલ રાજપીપલા વન વિભાગને સોંપી દેતા ફોરેસ્ટર રમેશભાઈ તડવી તથા તેમની ટીમ વડિયા જકાત નાકા પરથી મુદ્દામાલ સહીત ટ્રક તથા ડ્રાઇવર કંડક્ટર ની અટકાયત કરી રાજપીપલા વન વિભાગની કચેરીએ લઈ આવતા આર એફ ઓ જીજ્ઞેશ સોનીએ વધુ આગળતપાસ કાર્યવાહી શરૂ કરી છે.

પકડાયેલ આરોપીઓમાં
યુનુસ સમશેર અલી શાહ,ધુલે (મહારાષ્ટ્ર)અને
ખલીલ અહમદ અકીલ અહમદ શેખ રહે.ધુલે ધુલે (મહારાષ્ટ્ર)ની ધરપકડ કરાઈ છે

ખેર એ કાથો બનાવવાના કામમા આવતો હોય તેની માંગ ભારે હોઈ તેની તસ્કરી મોટા પાયે થતી હોય છે…..
નર્મદામાંથી મોટા પાયે ઝડપાયેલ ખેરનો જથ્થો ક્યાંથી ક્યાં લઇ જવાતો હતો, એના મૂળ માલિક કોણ છે તેની વન વિભાગે પૂછ પરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *