EXIT POLL: કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં માટે મતદાન પૂર્ણ થયું છે. 13 મેના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આંકડા અનુસાર, કોંગ્રેસને 103-118 બેઠક, ભાજપને 79-94 બેઠક, JDSને 25-33 બેઠક અને અન્યને 2-5 બેઠક મળી શકે છે. ઝી ન્યૂઝના એક્ઝિટ અનુસાર, JDSની ભૂમિકા કિંગમેકર સાબિત થઈ શકે છે.