*કુમકુમ મંદિર દ્વારા નુતન પ્રારંભ..*
*કુમકુમ મંદિર દ્વારા શાળાની અંદર ૧૭૫ વાનગીનો અન્નકૂટ અને ચોપડા પૂજન કરવામાં આવ્યું.*
તારીખ ૭ – ૧૧ – ૨૦૨૩ ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણીનગર દ્વારા શ્રી મુક્તજીવન વિદ્યામંદિર- ઘોડાસર અને નારોલ ખાતેની શાળામાં સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ૧૭૫ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને ચોપડા પૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી વિદ્યાર્થીઓને – શિક્ષકોને પ્રવચન આપ્યા હતાં.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે,અનેક વર્ષોથી મંદિરોમાં અન્નકૂટ તો ધરાવવામાં આવે છે, પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને દિવાળીના દિવસોમાં ચોપડા પૂજન કેમ કરવું અને ભગવાનને અન્નકૂટ શા માટે ધરાવવો ??? એ પ્રણાલીકા નો ખ્યાલ આવે. શાળામાં ભણાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ સ્નેહ અને સંપના દીપ પ્રગટે, તેવા હેતુથી શિક્ષકો દ્વારા અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો છે.
શિક્ષણની સાથે સાથે – સંસ્કારનું પણ સિંચન થાય તેવા હેતુથી કુમકુમ મંદિર દ્વારા સૌપ્રથમ વખત આ રીતે શાળામાં અન્નકૂટ અને ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. 6352466248