13મી ઓક્ટોબર બોલીવુડ ફિલ્મ જગતનો પવિત્ર દિવસ હતો. એ દિવસે આપણા બધાના દિલમા વસેલ ગાયક, મ્યુઝિક કમ્પોસર, ફિલ્મ ડાયરેક્ટર, એક્ટર મસ્ત મૌલા કિશોર કુમાર આપણને બધાને છોડીને ચાલ્યા ગયા હતા. અમદાવાદના એક સ્ટુડિયોમા એમને શ્રદ્ધાંજલિ આપતો એક સુંદર કાર્યક્રમ યોજાઇ
ગયો. એ દિવસે બોલીવુડના 2 સુપ્રસિધ્ધ કલાકારો કે જેમણે દાયકાઓ ફિલ્મ જગતને આપી દિધા, એમ કહીયે કે એમણે પોતાની જિંદગી ખર્ચી નાખી. આ કલાકરો રેખાજી (10મી ઓક્ટોબર) અને અમિતાભ બચ્ચનજી (11મી ઓક્ટોબર)ના જન્મદિવસની એમના લોક્ચાહક ગીતો ગાઇને ઉજવણી પણ કરેલ. રેખા અને અમિતાભની સાથે કિશોર કુમારનો તડકો જાણેકે સોનામા સુગંધ જેવુ કામ કરતુ હતુ. અમદાવાદના ગાયક કલાકરો ધર્માબેન ભટ્ટ, મિલીબેન ચૌહણ, તેજસ શાહ, અશોક મોદી અને સંજય તન્નાએ આ ત્રણેય સુપ્રસિધ્ધ કલાકારો ને યાદ કરી એમના ગીતોની મનમોહક રજુઆત કરેલ હતી અને સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી દિધા હતા અને સામે એમણે તાળીઓ ના ગડગડાટથી અને નાચીને દરેક ગીતો ને આવકાર્યા હતા.
મિલી ચૌહાણે અને સંજય બારડે એન્કરની જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવેલ…