અંબાજી
સંજીવ રાજપૂત
મેળાની પુર્ણાહુતી બાદ સફાઈ અભ્યાન થયું શરૂ
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો સુખદરૂપ સંપન્ન થયો અને લાખોની સંખ્યામાં ભક્તોએ માં અંબાના દર્શન કર્યા ત્યારે મેળા બાદ વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યનો ઐતિહાસિક ભાદરવી પૂનમનો મહામેળો માં અંબાના ધામ અંબાજી ખાતે પૂર્ણ થયો જેમાં દૂર દૂરથી માઈ ભક્તો ઉમટયા અને જગતજનનીના દર્શનનો લહાવો લીધો. મેળો પૂર્ણ થયા બાદ બીજા દિવસે અંબાજી ખાતે અંબાજીના વિબીધ માર્ગો પર મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ અને સ્વયંસેવકોના સાહિયારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સફાઈ અભિયાનની શરૂઆત પહેલા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને અલગ અલગ વિભાગના સ્વચ્છતા કાર્ય માટે ટિમો બનાવવામાં આવી હતી. અંબાજીના વિવિધ વિસ્તારો માટે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી આવી અને તેમને રવાના કરવામાં આવી હતી. ત્રણ દિવસ ચાલનાર આ અભિયાન શહેરને સ્વચ્છ બનાવશે અને જ્યાં ત્યાં અંબાજી વિસ્તારની આસપાસ લાગેલા કેમ્પ, શહેરના વિબીધ સ્થળો પર જઈ પૂર્ણ રીતે સફાઈ હાથ ધરશે.
બાઈટ: સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી