કચ્છ વાગડ ના વોંધ ગામનાં વતની એવા પુરીબાપુ સમાજ સેવા નાં પર્યાય બની ગયા છે.ગામ, વિસ્તાર કે કોઈ પણ સેવાકીય પ્રવૃતિ હોય, તેઓ અચૂક ઉપસ્થિત હોય.દશનામ ગોસ્વામી સમાજ નું ગૌરવ એવા શ્રી શંકરપુરી નારણપુરી ગોસ્વામી ( વોંધ, તાલુકો ભચાઉ) વર્ષો થી સમાજ સેવા બજાવી રહ્યા છે.એમનાં તરફ થી સમાજ ના દરેક કાર્ય માં સહયોગ પ્રાપ્ત થાય છે.શિક્ષણ, આરોગ્ય, ધર્મ,આધ્યાત્મ દરેક બાબત માં તેઓ શ્રી હર હમેશાં ઉપલબ્ધ હોય છે. જૈફ વયે પણ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ માં ક્યાંય પણ પ્રસંગ હોય શંકરપુરી બાપુ ઉપસ્થિત રહે છે. આમ તો એમના પરિવાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ થાય છે, થઈ રહી છે પણ એક પ્રવૃત્તિ ઉડી ને આંખે વળગે છે. અને એ છે સમાધિ સામગ્રી. શ્રી અખિલ કચ્છ દશનામ સમાજ માં ક્યાંય પણ કોઈ પણ પરિવાર માં કોઈ કૈલાશ વાસ થયું હોય તો એમનાં દ્વારા સમાધિ કિટ સ્વ ખર્ચે મોકલાવે છે. સનાતન ધર્મ નાં પ્રહરી સમા ગોસ્વામી સમાજ ની રીત રસમો અન્ય જ્ઞાતિઓ કરતાં થોડી અલગ પડે છે. કૈલાશ ગમન બાદ અપાતી સમાધિ વખતે અનેક ચીજો ની જરૂર પડતી હોય છે. એ બધી ચીજ વસ્તુઓ ની કિટ વિના મૂલ્લે અપાય છે. આ સામગ્રી માં ભગવા કપડા, ઝોળી, ઝોળી, કંકળ, રુદ્રાક્ષ, ડોલી ઉપર રાખવા માં આવતી નાની મોટી ધ્વજાઓ, તુંબડી, બેરખો, ખપ્પર, ધૂપ દીપ, પૂજાપા ની સામગ્રી,અગરબત્તી, સહિત ની ૩૦ થી વધુ જરૂરી સામગ્રી તેઓ ઉપલબ્ધ કરાવે છે. આ બધી સામગ્રી ભેગી કરીને તેઓ કિટ તૈયાર રાખે છે અને જ્યાં જરૂર હોય ત્યાં મોકલાવે છે. અત્યાર સુધી માં ૧૦૦+ કિટ નું દાન કરી ચૂક્યા છે. ગોસ્વામી સમાજ ઉપરાંત હિંગળાજ પરસી ને આવતા ભાઈઓ બહેનો માટે પણ કિટ સેવા આપે છે. અત્રે નોંધનીય છે કે હિંગળાજ પરસી આવતા કોઈ પણ સમાજ ની વિભુતીઓ ને સંત કક્ષા નું માન મળે છે અને દશનામ ગોસ્વામી સમાજ ની સમાધિઓ વચ્ચે સમાધિ અપાય છે. આવા ઉમદા કાર્ય બદલ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના માનનીય પ્રમુખ શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી બાપુએ સમગ્ર સમાજ વતી એમનો આભાર વ્યક્ત કરી ને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા તથા સતત સમાજ સેવા કરતા રહેવા ની, સૌ સાથે મળી ને યથાયોગ્ય સમાજ સેવા કરીએ એવી હાકલ કરી હતી.
Related Posts
યોગ્ય સમય યોગ્ય પુરસ્કાર
- Tej Gujarati
- May 24, 2023
- 39
કોન બનેગા કરોડપતિનાં સેટ પર ગુજરાતનું ગૌરવ ડૉ. સુધીર શાહ.
- Tej Gujarati
- November 3, 2023
- 0
*અમદાવાદમાં વધુ એક અકસ્માત*
- Tej Gujarati
- July 21, 2023
- 0