Nbbસિકંદરાબાદ જીરા વિસ્તારમાં સ્થિત સ્વામી નારાયણ મંદિરમાં તા. ૧૬/૩/૨૦૨૪.
ત્રીજા શનિવારે બરફ નાં શિવ લિંગ પર વિભિન્ન
દ્રવ્યો થી અભિષેક કરવા નો મહોત્સવ કરવામાં આવ્યો હતો. આમાં બંને મહિલા મંડળ ની કેટલીક કમિટી બહેનો અને અન્ય લગભગ સો બહેનો ઉપસ્થિત રહ્યી હતી. બરફ નાં શિવલિંગ પર વિભિન્ન દ્રવ્યો દ્વારા જેમ કે
મિક્સ ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી, પંચામૃત,
ભસ્મ વગેરે થી
અભિષેક કર્યો હતો. અહીંયા દર મહિના નાં ત્રીજા શનિવારે બધી બહેનો ભેગી થાય છે. આમાં કોઈ પણ
બહેનો જોડાઈ શકે છે.
આમાં કેટલીક મહત્વની ભૂમિકા
ભજવનારી બહેનો નાં નામ આ પ્રમાણે છે.
વર્ષાબેન પારેખ,
વાસંતીબેન પટેલ, ફાલ્ગુનીબેન પટેલ, સરોજબેન ગીયા, ભગવતીબેન,
વર્ષાબેન ડી. ભટ્ટ, રીટાબેન જાની, ભવાનીબેન જાની, દક્ષાબેન જોષી, ફાલ્ગુનીબેન ભટ્ટ, નલિની બેન પંડ્યા,
હંસાબેન ભટ્ટ વગેરે વગેરે.
રીટાબેન જાની પોતાનાં ઘરે થી બરફ નું
શિવલિંગ બનાવી લાવ્યાં હતાં. બરફ બનાવતી વખતે એમાં અલગ અલગ રંગો અને
જાતજાતનાં ફૂલો ઉમેર્યા હતાં.
બધી બહેનોએ
જાત જાતનાં દ્રવ્યો થી બરફ નાં શિવ લિંગ પર અભિષેક કર્યો હતો. બધી બહેનોએ સાથે મળીને શંકર ભગવાન અને
સ્વામી નારાયણ જી નાં ભજનો
ગાયાં હતાં. આ સાથે સો બહેનો એ હોળી નો ફૂલોથી ડોલોત્સવ મનાવ્યો હતો. બધાંએ સાથે મળીને ખુબ જ આનંદ કર્યો હતો.
ભાવના મયૂર પુરોહિત
હૈદરાબાદ
૧૯/૩/૨૦૨૪.