હોળી પૂર્વે રાજપીપલામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયાની રમઝટ
વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેમ હોળી પૂર્વે રમે છે
રાજપીપલા, તા.21
હોળી પૂર્વે રાજપીપલામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયા રમવામાં આવે છે.રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓમાં લઠમાર હોળી અને રસિયા રમવાની ધૂમ મચી છે. વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેમ અબીલ ગુલાલ અને પુષ્પો વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે એક મહિના પૂર્વે રસિયા રમી કૃષ્ણ ભક્તિ કરે છે.મોટી સંખ્યામાં મહિલાઓરાજપીપલા શ્રીનાથજી મંદિર અને શેરીઓમાં પુષ્પ ઉડાવી હોળી રમી કૃષ્ણભક્તિમય માહોલ બનાવી રહ્યા છે.
વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજી હવેલી હોય એ ગામમાં આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે.રાજપીપલામાં શ્રીનાથજી મન્દિરમાં કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની મહિલાઓ હોળી પૂર્વે રસિયાનો ઉત્સવ એક મહિના સુધી ઉજવે છે. નગરમાં પણ વિવિધ વૈષ્ણવ મહિલા મંડળો, આ હોળી રસિયા રમે છે. લઠમાર હોળી રમી કૃષ્ણભક્તિ કરે છે.
આ હોળી રસિયાનો ઉત્સવ ઉજવી મહિલાઓ એક બીજાને રંગો , ફૂલોથી સ્વાગત કરી કૃષ્ણ ભગવાનના ગીતો ગાઈ, નાચગાન કરે છે. હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ રાજપીપળામાં જોવા મળે છે. મહિલાઓ કૃષ્ણ રાધાનો વેશ ધારણ કરીને લઠમાર હોળી રમે છે.
વૈષ્ણવ મહિલા આગેવાન દત્તાબેન ગાંધીએ જણાવ્યું હતું કે લઠમાર હોળીનો આનંદ જ કંઈ ઓર હોય છે. હોળી પૂર્વે વૈષ્ણવ સમાજમાં લઠમાર હોળી રમવાની પરમ્પરા છે જે વર્ષો થી ચાલે છે અને આગળ પણ ચાલશે, બારશાના લઠ અને વ્રજની ગોપીઓ વચ્ચે જે લાકડી અને થાળી વડે લઠમાર હોળી રમી હતી એવીજ રીતે રાજ્પીપળામાં પણ લાઠી અને થાળી વડે અમે બધા આ હોળી રમીએ છે.
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા વ્રજધામમાં મોટો ઉત્સવ હોળી રસિયાનો ઉજવાય છે. બધી મહિલાઓ ત્યાં જઈ શકતી નથી. જેથી અમે બધા મહિલા મંડળો ભેગા થઈને અગલ અલગ રીતે ધામધૂમથી હોળી રસિયા રમીએ છે. કૃષ્ણ ભક્તિ કરીએ છીએ.જેનો એક મહિનો આનંદ લઈએ છે
વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવામાં આવે છે. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે રમાતી હોળી રસિયા મુજબ રાજપીપળાના વૈષ્ણવ સમાજે લઠમાર અને રસિયા હોળી રમી હતી.
કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળી ના 40 દિવસ પહેલાથી ઉજવાય છે. તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવનમાં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવસમાજ દ્વારા ધામધૂમથી ઉજવામાં આવે છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા