ગાંધીનગરની ગામઠી ડેરી સામે કાર્યવાહી, દૂધમાં સુગરનું તત્વ બહારથી ભેળવવા સુક્રોજની અને માલ્ટાની મિલાવટ કરી હોવાનું સામે આવતાં નાશ કરાયો…

પાલનપુરમાં જિલ્લા વહીવટી તંત્રે ભેળસેળ વાળા દૂધનો મોટો જથ્થો શહેરની ડમ્પીંગ સાઈટ પર નાશ કરી શહેરની સધી મા ડેરી અને જ્યાંથી દૂધ મંગાવવામાં આવ્યું હતું એ ગાંધીનગરની ગામઠી ડેરી સામે કાર્યવાહી હાથ ધરી દૂધના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. પાલનપુર અને ગાંધીનગરમાં મોડી સાંજ સુધી સેમ્પ્લની કાર્યવાહી ચાલી હતી. ફૂડ વિભાગે જણાવ્યું કે આ દૂધમાં સુગરનું તત્વ બહારથી ભેળવવા સુક્રોજની અને માલ્ટાની મિલાવટ કરી હોવાનું પ્રાથમિક સેમ્પલિંગ દરમિયાન સામે આવ્યું હતું. જેને લઇ દૂધનો નાશ કરવામાં આવ્યો છે.
પાલનપુરના આબુ હાઇવે પર આવેલી સધી મા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીએ મંગળવારે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ફૂડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું પરિક્ષણ કર્યું હતું અને તેમાં આ દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું જે બાદ ફુડ વિભાગ દ્વારા વધુ સેમ્પલ લેવાયા હતા અને અન્ય લેબમાં પણ સેકન્ડ ઓપિનીયન માટે મોકલાયા હતા.
જેમાં પાલનપુર ફૂડ લેબમાં લેવાયેલ પરિક્ષણ મુજબ જ પરિણામ આવતા ફૂડ વિભાગે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી 2 ટેન્કર અને જીપ ડાલું ભરીને હજારો લિટર દૂધનો જથ્થો શહેરની માલણ દરવાજા ડમ્પીંગ સાઈટ પર લઈ જવાયો હતો અને ખાડો ખોદી નાશ કરાયો હતો. કલેકટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હતું એટલે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા સ્થળ ઉપર ટેસ્ટીંગ કરવામાં આવ્યું જેમાં નમૂના ફેલ થયા હતાં. દિવ્ય ભાસ્કર એ કેટલાક એક્સપોર્ટ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સિન્થેટિક દૂધ સ્વાદમાં પાછળથી કડવું લાગે છે. તેને આંગળીઓ વચ્ચે ઘસવાથી સાબુ જેવું લાગે છે અને ગરમ કરતા તે પીળું થઈ જાય છે.
1.67 લાખના 4781 લિટર દૂધનો નાશ કરાયો ફૂડ વિભાગના સૂત્રોએ આવ્યું હતું કે ” બપોર બાદ જુદા જુદા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી અને બે ટેન્કર અને ડાલામાં રાખેલા તમામ દૂધના જુદા જુદા 11 સેમ્પલ લેવાયા હતા પ્રાથમિક રિપોર્ટ મુજબ દૂધ ખાવા લાયક ન હોવાથી તેનો નાશ કરવાનો નિર્ણય લેવાયો હતો આમ 1.67 લાખના દૂધના 4781 લિટર જથ્થાનો ખાડો ખોદી નાશ કરાયો હતો.
માનવમિત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *