મતદાન પ્રક્રિયા અંગે જાગૃતતા કેળવવાનો જિલ્લા વહિવટીતંત્રનો સકારાત્મક અભિગમ

નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગે જાગૃતતા કેળવવાનો જિલ્લા વહિવટીતંત્રનો સકારાત્મક અભિગમ

રાજપીપલા,તા2

નર્મદા જિલ્લા સેવાસદન ખાતે કામ અર્થે આવતા કર્મચારીઓ, અરજદારો, મુલાકાતીઓને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે સદનના પટાંગણમાં સ્ટોલ ઉભુ કરીને સંબંધિત વિભાગના કર્મયોગીઓએ વીજાણું મતદાન યંત્ર – ઈવીએમ તેમજ વીવીપેટ દ્વારા મતદાન આપવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે ડેમોસ્ટ્રેશનના માધ્યમથી વાકેફ કર્યા હતા.

ડેમોસ્ટ્રેશન મુજબ મતદારો મતકુટિરમાં પ્રવેશ કરશે, ત્યારે પ્રમુખ અધિકારી બેલેટ યુનિટને સક્રિય કરશે. જે બાદ બેલેટ યુનિટમાં મતદારે પસંદગીના ઉમેદવારના નામ તથા ચિન્હ સામેનું બટન દબાવવું, મતદાન આપ્યા બાદ પસંદગીના ઉમેદવારના નામ-ચિન્હ સામે પ્રકાશિત થતી લાઈટ તેમજ મતદાતાઓ પસંદ કરેલા ઉમેદવારનો ક્રમ, નામ અને પ્રતીક સાથેની મત કાપલી થોડાક ક્ષણો માટે નિહાળી શકશે. અરજદારો અને મુલાકાતીઓએ સંપૂર્ણ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *