ધોરાજીમાં આવેલ શિવજીના મંદિરોમાં આજે એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ શિવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. ધોરાજીના શિવ મંદિરોને મહાશિવરાત્રી નિમિત્તે સુગંધીદાર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ધોરાજીના બિલેશ્વર મહાદેવ મંદિર તથા કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી જેનો મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. શિવભક્તોએ મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ધોરાજીના શિવ મંદિરો ખાતે બપોરના ૧૨:૦૦ કલાકે શિવજીના મહાપ્રસાદ ભાંગનું શિવ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરાજીના બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે-સાથે શિવજીની ૧૨ જ્યોતિર્લિંગોની મહાઆરતી અને મહાદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવજીની આ ૧૨ જ્યોતિર્લિંગોના દર્શન કરવા માટે ધોરાજીના અલગ-અલગ વિસ્તારોમાંથી શિવ ભક્તો ધોરાજીના બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આવી પહોંચ્યા હતા.
અહેવાલ :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી