ભાજપની પહેલી યાદીમાં 195માંથી 28 મહિલા ઉમેદવાર, જાણો સમગ્ર યાદી.

નવી દિલ્હી, 2 માર્ચ, 2024: આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિત અનેક વર્તમાન તેમજ નવા ઉમેદવારો જાહેર કર્યા છે. 195 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં ભાજપે 28 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. હાલ જાહેર થયેલી યાદી અનુસાર ગુજરાતનાં બે મહિલા ઉમેદવાર ડૉ. રેખાબેન હિતેશભાઈ ચૌધરી (બનાસકાંઠા) તથા પૂનમબેન માડમ (જામનગર) ઉપરાંત અન્ય જાણીતા નામોમાં હેમા માલિની, સ્મૃતિ ઈરાની, બંગાળના લડાયક મૂડ ધરાવતાં લોકેટ ચેટરજી વગેરેનો સમાવેશ થાય છે.
ભાજપે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજનાં દીકરી બાંસુરી સ્વરાજને પણ ટિકિટ આપી છે. બાંસુરી સ્વરાજ નવી દિલ્હી બેઠક ઉપરથી ચૂંટણી લડશે.
195માં 28 મહિલા ઉમેદવારો કોણ?
ડૉ. રેખાબેન હિતેશભાઈ ચૌધરી (બનાસકાંઠા)
પૂનમબેન માડમ (જામનગર)
શ્રીમતી બિજુલી કવિતા મેધી (ગુવાહાટી)
શ્રીમતી કમલેશ જાંગડે (જાંજગીર-ચંપા)
સરોજ પાંડે (કોરબા)
રૂપ કુમારી ચૌધરી (મહાસમુંદ)
બાંસુરી સ્વરાજ (નવી દિલ્હી)
કમલજીત સહરાવત (પશ્ચિમ દિલ્હી)
અન્નપૂર્ણા દેવી (કોડરમા)
ગીતા કોડા (સિંહભૂમ)
શ્રીમતી એમ.એલ. અશ્વિની (કાસરગોડ)
નિવેદિતા સુબ્રમણ્યન (પોન્નાની)
શોભા સુરેન્દ્રન (અલપુઝા)
સંધ્યા રાય (ભિંડ)
લતા વાનખેડે (સાગર)
હિમાદ્રી સિંહ (શહડોલ)
અનિતા નાગર સિંહ ચૌહાણ (રતલામ)
જ્યોતિ મિર્ધા (નાગૌર)
ડૉ. માધવી લતા (હૈદરાબાદ)
માલા રાજ્યલક્ષ્મી શાહ (ટેહરી ગઢવાલ)
હેમા માલિની (મથુરા)
રેખા વર્મા (ધૌરહરા)
સ્મૃતિ ઈરાની (અમેઠી)
સાધ્વી નિરંજન જ્યોતિ (ફતેપુર)
નીલમ સોનકર (લાલગંજ)
શ્રીરુપા મિત્રા ચૌધુરી (માલદા દક્ષિણ)
શ્રીમતી લોકેટ ચેટરજી (હુગલી)
પ્રિયા સાહા (બોલપુર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *