જાપાનમાં ભૂકંપથી તબાહી, જનજીવન ઠપ
જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપના કારણે 11 કલાક સુધી બુલેટ ટ્રેનો ફસાઈ હતી જેને કારણે 1400 કરતા વધુ યાત્રીઓ ફસાયા હતા. જાપાન સરકારના પ્રવક્તા યોશિમાસા અનુસાર, ઈશિકાવાના વાજિમા શહેરમાં ભૂકંપ બાદ મોટી આગ ફાટી નીકળી. તેમજ 33 હજાર કરતા વધુ ઘરોમાં વિજળી ગુલ થઈ છે. અત્યારસુધી 30 લોકોના મોત નિપજ્યાં છે. જાપાનના સમુદ્રમાં 5 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેને પગલે ત્સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે.