દાંતીવાડા ડેમમાંથી આજે બનાસ નદીમાં ૩૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે

માઉન્ટ આબુ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમમાંથી આજે બનાસ નદીમાં ૩૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે

દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસ, નાંદોત્રા બ્રાહ્મણવાસ અને સિકરીયા, ડીસા તાલુકાના ૧૮ ગામો અને કાંકરેજના ૩ ગામોને હાઇએલર્ટ જાહેર કરાયા

બનાસ નદીના વહેણ વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્રની સૂચના

માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમીઃ બનાસ નદીમાં ન્હાવા નહીં જવા તંત્રની અપીલ