31 ડિસેમ્બર નો નવા વર્ષની ઉજવણી પર્વે ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બૂટલેગરો સક્રિય બનતા નર્મદા પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરાયું
મહારાષ્ટ્ર્ર ગુજરાત બોર્ડર સાગબારા ધનસેરા ચેકપોસ્ટ સહીત તમામ વાહનો, એસટી બસનું સઘન ચેકીંગ
LCB, SOG ની ટીમો દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200 થી વધુ પોલીસ જવાનો દ્વારા સઘન ચેકીંગ
જિલ્લામાં 20 થી વધુ ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા
જિલ્લામાં પણ કોઈ નાગરિક નસો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકો ને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યા છે
રાજપીપલા, તા 30
નર્મદા જિલ્લો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો છે. હાલ 25 મીડિસેમ્બર નાતાલ નો પર્વ પૂર્ણ થયો જ્યારે આગામી 31 ડિસેમ્બર નો નવા વર્ષની ઉજવણી નો પર્વ હોય ગુજરાત માં વિદેશી દારૂને ઘુસાડવા માટે બૂટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.સતત ચેકિંગ કરી રહ્યા છે.
ત્યારે બાહ્ય રાજ્યમાંથી કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ના આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે. હાલ નવા વર્ષની ઉજવણી ને લઈને રાજ્ય ના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું યોજન થતું હોય છે. અને બુટલેગરો સક્રિય બનતાં હોય નર્મદા જિલ્લો ગુજરાત ની બોર્ડર છે. આ બોર્ડર થી કોઈપણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકીંગ કરવામાં આવી રહીછે. પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસ ની ટીમ કામ કરે છે.
જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકો ને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200 થી વધુ પોલીસ જવાનો આં ચેકીંગ માં હાલ લાગેલા છે. આ મહિનામાં સતત ચેકીંગ કરતા બે મોટા ટ્રક નાની ગાડીઓ સહિત લાખો નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે. જિલ્લામાં 20 થી વધુ ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા