હવે બાળકો ભણશે ભગવદ ગીતા
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવાશે. આ માટે અભ્યાસ ક્રમ પણ તૈયાર કરી દેવાયો છે. આજે ગીતા જયંતિ નીમિતે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. 024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે.